Wednesday - Dec 06, 2023

2 3 ફૂટની હાઈટના એક જ પરિવારના છ સભ્યોને ક્યાંય કામ ન મળતા લોકોનું મનોરંજન કરીને પેટિયું રળે છે

2 3 ફૂટની હાઈટના એક જ પરિવારના છ સભ્યોને ક્યાંય કામ ન મળતા લોકોનું મનોરંજન કરીને પેટિયું રળે છે

કોઇપણ વ્યક્તિ કુદરતી ખોડ ખાપણનો ભોગ બન્યો હોય તો તેને આ ખામી સાથે જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. આવા જ કુદરતી ખોડ ખાપણનો ભોગ બનેલા કચ્છના એક જ પરિવારના 2થી 3 ફૂટ હાઈટ ધરાવતા વામન કદના છ સભ્યો પોતાની નાની હાઈટથી સમાજમાં હાંસિપાત્ર બનતા હોય એનો વ્યથા પણ છે અને નાની હાઈટથી લોકોના ચહેરા પર હાસ્યનું સ્મિત વેરાતું હોય ભગવાને એમને લોકોને ખુશ કરવા નિમિત્ત બનાવ્યા હોય એની ખુશી પણ છે. મોરબીમાં મનોરંજનના કાર્યક્રમમાં આવેલા આ 2-3 ફૂટની હાઈટ ધરાવતા એક જ પરિવારના છ સભ્યોએ પોતાની નાની હાઈટથી કામ મળતું ન હોય નાની હાઈટથી ખુશી અને ગમ દર્શાવ્યા છે.

2 3 ફૂટની હાઈટના એક જ પરિવારના છ સભ્યોને ક્યાંય કામ ન મળતા લોકોનું મનોરંજન કરીને પેટિયું રળે છે

મોરબીમાં એક કાર્યક્રમમાં આવેલા મૂળ કચ્છ જિલ્લાના 55 વર્ષીય અને નાની હાઈટ ધરાવતા ઈલિયાસભાઈ અને આરીફભાઈએ કહ્યું હતું કે, અમારા ઘરમાં છ સભ્યો છે. આ છ એ છ વ્યક્તિઓની હાઈટ 2થી 3 ફૂટની જ છે. નાની હાઈટને કારણે ક્યાંય પણ રોજગારી મળતી નથી. એટલે નાની હાઈટથી મનોરંજન કરીને પેટિયું રડે છે. પણ મોટું દુઃખ એ વાતનું છે જાહેરમાં દેશભરમાં ફરતા હોય અને અમે ચાલીને નીકળતા હોય ત્યારે અમને જોનારા લોકો અમારી નાની હાઈટથી હસવા મંડે  છે. એટલે અમને ખૂબ જ શરમ થાય છે. આથી કુદરતે કાંઈક અમારી સાથે કુર મજાક કરી હોય એવી લાગણી સાથે દુઃખ પણ થાય છે. બીજી બાજુ કુદરતે આ ખોડ ખાપણથી બીજા લોકોને હસાવવા માટે મોકલ્યા હોય એવી ફિલિગ સાથે ખુશી પણ થાય છે. અમારી નાની હાઈટથી બીજા લોકોને હસવા સર્જાયા હોય તો એનાથી મોટું પુણ્ય બીજું એકેય નથી. કારણ કે લાફટર ઇઝ બેસ્ટ મેડિશન. પણ મોટા દુઃખની વાત એ છે કે અમને નાની હાઈટથી લોકો હસતા હોય એના દુઃખ કરતા વધુ દુઃખ અમારી બહેનનું છે. અમે જીવીએ ત્યાં સુધી તો એને કોઈ વાંધો નહિ આવવા દઇએ. પણ અમે આ  દુનિયામાં નહિ હોય ત્યારે એ બહેનનું શુ થશે ? એ વિચારથી ધ્રુજી ઉઠાય છે. 2 3 ફૂટ  હાઈટ ધરાવતી એમની 60 વર્ષની જલુંબેન કહે છે. સામન્ય સ્ત્રીઓ જે રીતે ગૃહકાર્ય કરે છે. એ રીતે હું ઘરકામ કરી શકતી નથી. પણ મારી સ્થિતિ મુજબ હું કામ ચલાવી લવ છું. અમારા સગા સબધીઓ તમામ નોર્મલ છે. પણ અમે એકજ પરિવારના છ સભ્યો નાની હાઈટના છીએ. જો કે માતા ઉંચી હાઈટના છે. પણ અમારા 95 વર્ષના પિતા પણ 2-3 ફૂટ જ હાઈટ ધરાવે છે. અમે જ્યારે રાત્રે ઘરે ચાલીને જઈએ ત્યારે કૂતરા બહુ હેરાન કરે છે.પણ અમે ઝડપથી દોડી શકતા ન હોવાથી  ઘણીવાર રસ્તામાં જ રાત્રીના ઘોર અંધકારમાં સુઈ જવું પડે છે. ત્યારે મનમાં એવો રંજ રહે છે કે, કુદરતે અમને મોટી હાઈટ દીધી હોત તો સારું હોત. 

2 3 ફૂટની હાઈટના એક જ પરિવારના છ સભ્યોને ક્યાંય કામ ન મળતા લોકોનું મનોરંજન કરીને પેટિયું રળે છે

આજ દિન સુધી કોઈ પાસે પણ પૈસા માટે હાથ લાંબો કર્યો નથી

એક જ પરિવારના નાની હાઈટ ધરાવતા છ સભ્યો કહે છે કે, મનોરંજનના પોગ્રામ આપવાનું કામ કરીએ છીએ. પણ ભારે મહેનત કરવા છતાં રજા ક્યારેય ન મળે.અમને પણ લગ્ન સભારંભ, વારે તહેવારોમાં બહાર જવાનું મન થાય પણ હાઈટ નાની હોવાથી આવા ઉત્સવોથી દુર રહેવું પડે ત્યારે ખૂબ જ મનમાં નિરાશા ઘર કરી જાય છે. પણ આજે 30 વર્ષઘી મહેનત કેરીને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. આ કઠિન કામ છે. છતાં મહેનત કરીને ખાય છીએ. કોઈ પાસે પૈસા માટે કયારેય હાથ લાંબો કર્યો નથી કે ભીખ પણ માંગી નથી.

2 3 ફૂટની હાઈટના એક જ પરિવારના છ સભ્યોને ક્યાંય કામ ન મળતા લોકોનું મનોરંજન કરીને પેટિયું રળે છે