મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના ગ્રીનચોક નજીક આવેલ કડીયા શેરીમાં દરોડો પાડી માધવરાયજી મંદિર પાછળ પાના ટીચી રહેલા આરોપી પ્રકાશભાઇ ચંદુભાઇ બુધ્ધદેવ, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા, વનરાજસિંહ બાલુભા જાડેજા, પ્રફુલભાઇ ભીખાભાઇ રાવ, પ્રવીણભાઇ ઝવેરચંદભાઇ મહેતા અને નાનજીભાઇ ભગવાનજીભાઇ ગાંગાણીને રોકડા રૂપિયા 10,800 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.