Friday - Jul 17, 2026

મોરબી આરોગ્ય ખાતા દ્વારા સિલિકોસિસ દર્દીને ઓક્સિજન કોન્સટ્રેટર અર્પણ

મોરબી આરોગ્ય ખાતા દ્વારા સિલિકોસિસ દર્દીને ઓક્સિજન કોન્સટ્રેટર અર્પણ

મોરબી : મોરબી આરોગ્ય ખાતા દ્વારા જરૂરિયાત ધરાવતા સિલિકોસિસ દર્દીને ઓક્સિજન કોન્સટ્રેટર આપીને કોરોના સમયના ફાજલ પડેલા કોન્સટ્રેટરનો સદ્દઉપયોગ કર્યો છે. સિલિકોસિસ બીમારીમાં અમુક તબક્કે દર્દીને ઓક્સિજનની જરૂર પડે ત્યારે તેનો ખર્ચ પણ તે ભોગવી શકતા હોતા નથી પરંતુ મોરબી આરોગ્ય ખાતા દ્વારા સિલિકોસિસ દર્દીને ઓક્સિજન કોન્સટ્રેટર આપી માનવતા્નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તા.16 ડિસેમ્બરના રોજ સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું જેમાં એમને જણાવ્યું હતું કે, સિલિકોસિસ નામની જીવલેણ બીમારીને કારણે મોરબીમાં ઘણા સિલિકોસિસ દર્દીઓ પથારીવશ છે. તબીબી નિષ્ણાતે એમને ઓક્સિજન સતત લેતા રહેવાની સલાહ આપી છે. હોસ્પિટલમાં દાખલ કરે તો પણ બીજી કોઈ સારવાર હોતી નથી. સારવાર પાછળ એમનું કુટુંબ બરબાદ થઈ ગયું છે અને દર બે - ત્રણ દીવસે ઓક્સિજનનો સિલિન્ડર ભરાવી લાવવો પડે છે. તેમાં મહીને 4-5 હજારનો ખર્ચ થઈ જાય છે. આ ખર્ચ કરવા માટે માટે દેવું કરવું પડે છે. તેથી તે અંગે કોઈ વ્યવસ્થા કરવા અંગે માગણી કરી હતી. 15 જાન્યુઆરીના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સિલિકોસિસ દર્દીને ઓક્સિજન કોન્સટ્રેટર આપવા અંગે તાલુકા અધિકારીને જાણ કરી ત્યાર બાદ દર્દીને ઘરે બેઠા મશીન આપવામાં આવ્યા હતા.