Friday - Jul 17, 2026

મોરબીમાં ગણતંત્ર દિવસ અંતર્ગત ભારત માતા પૂજન -આરતી કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ગણતંત્ર દિવસ અંતર્ગત ભારત માતા પૂજન -આરતી કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ગણતંત્ર દિવસ અંતર્ગત વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ, મોરબી જીલ્લા સંસ્કાર ભારતી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંયુક્ત ઉપક્રમે ભારત માતા પૂજન -આરતી કાર્યક્રમ યોજાયો હતો.

26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ અંતર્ગત વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ કલા સાહિત્ય અને રંગમંચની અખિલ ભારતીય સંસ્થા મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારતમાતા પૂજન અને આરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વક્તા તરીકે સંઘમાંથી જયેશભાઇ માંડલિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપેલ સાથે સંઘના લાલબાગ ઉપનગરના કાર્યવાહક રાજુભાઈ વિરમગામાં જોડાયેલા ભારતમાતા પૂજન-આરતીમાં વિદ્યોતેજક મંડળના હોદેદારો બાળસભા સંચાલક રમણીકભાઇ બરાસરા, રાહુલભાઈ ધરોડીયા,જયેન્દ્રભાઈ નારણીયા, વિજયભાઈ વડાવિયા, જયેશભાઇ બારેજીયા, પ્રવિણાબેન સવાડિયા, બીનાબેન વડાવિયા, મહેકબેન નારણીયા તેમજ બાલ સભાના ભૂલકાઓ જોડાયા હતા જયારે મોરબી જીલ્લા સંસ્કાર ભારતી સમિતિના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા  કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા માતૃશક્તિ સંયોજક માધવીબેન વારેવડીયા દ્રષ્યકલાના કૈલાસભાઈ સિંદે સહીત વિવિધ કલાવિદ્યા શાખાના સંયોજકો અને કાર્યકર્તા મિત્રો જોડાયા હતા.કાર્યક્રમમાં બાળકો માટે રમત ગમત સંગીત ખુરશી, બોલ-ડોલ,લીંબુચમચી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિજેતા બાળકોને સન્માનિત કરાયા હતા