Thursday - Jul 16, 2026

મોરબીમાં દેવભાષા સંસ્કૃતને જીવંત કરનાર શાળા સતત 8મી વખત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ

મોરબીમાં દેવભાષા સંસ્કૃતને જીવંત કરનાર શાળા સતત 8મી વખત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ

સંસ્કૃત ભાષાના અભ્યાસ, પરીક્ષા અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સન્માન પ્રાપ્ત થયું

મોરબી : મોરબીની એક શાળાએ દેવભાષા સંસ્કૃતને જીવંત કરવા મારે ભારે પ્રયત્નશીલ હોય અને આ શાળાના દેવભાષાને જીવંત કરવાના પ્રયાસો અંતે ફળીભૂત થયા છે. જેમાં મોરબીની શાળાએ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ અમદાવાદ ખાતે યોજાયેલા સંસ્કૃતોત્સવ-2026માં શાળાને સંસ્કૃત ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળા દેવભાષા સંસ્કૃતને વધુ મહત્વ આપી વિદ્યાર્થીઓ ખાસ મહાન ગ્રંથ રામાયણ, મહાભારત, ભગવત ગીતાના શ્લોક કંઠસ્થ કરીને જીવનમાં ઉતારે તે માટે સતત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ શાળા તમામ વિષયોની સાથે સંસ્કૃત ભાષાનું ફરજિયાત જ્ઞાન અપાઈ છે.  જીવન જીવવાની પદ્ધતિનું જ્ઞાન આ ભાષામાંથી મળતું હોવાથી મોરબીની આ એક એવી શાળા છે જે ગોખણપટ્ટીથી નહિ. વિદ્યાર્થીઓને કાયમ યાદ રહે તેવી રીતે ભાષાનું જ્ઞાન આપે છે. દરમિયાન તાજેતરમાં લેવાયેલી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ શાળાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જો કે, સમગ્ર મોરબી માટે ગૌરવની વાત એ છે કે આ શાળાઆ આ પરીક્ષામાં આઠમી વખત પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દરમિયાન 15 જુલાઈના રોજ અમદાવાદમાં આવેલ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ‘સંસ્કૃતોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ, પરીક્ષા અને પ્રચાર-પ્રસાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર સંસ્થાઓમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરનો પણ સમાવેશ કરાયો હતો અને સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવવા  બદલ આ શાળાને સંસ્કૃત ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.