Thursday - Jul 16, 2026

મોરબીના શાપર ગામે કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબીના શાપર ગામે કારખાનામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી

મોરબી : મોરબી તાલુકાના સાપર - ગાળા ગામ જવાના રસ્તે સાપર ગામની સીમમાં આવેલ લોર્ડ્સ માઇક્રોન સિરામિક ફેક્ટરીમાં રહેતા અને અહીં જ કામ કરતા શરીફભાઈ સકુરભાઈ અંસારી ઉ.વ.41 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે વહેલી સવારે લેબર કવાટર્સના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.