વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર હસનપર ઓવરબ્રિજ પર ગત તા.13 જુલાઈના રોજ વાંકાનેરના રહેવાસી મુકેશભાઈ જોશી અને સદાતખાન તેમનું જીજે - 36 - એન - 4061 નંબરનું બાઈક લઈ કારખાને જતા હતા ત્યારે જીજે - 36 - એપી - 8221 નંબરના કાર ચાલકે રસ્તા પર અચાનક વળાંક લઇ બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં સદાતખાનનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે મુકેશભાઈ જોશીને ઇજાઓ પહોંચતા અકસ્માતના આ બનાવ અંગે મુકેશભાઈના પુત્ર રવિભાઈ મુકેશભાઈ જોશી રહે.જીનપરા, આશિયાના રોડ, વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.