મોરબી : મોરબી જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા દ્વારા સખત સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત હળવદ પોલીસ ઇન્સપેક્ટર આર.ટી. વ્યાસની સુચનાથી પોલીસ સ્ટાફ સઘન ચેકિંગમાં હતો. દરમિયાન હળવદ પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કડિયાણા ગામની સીમમાં પાંડાતીરથ ગામે જવાના રસ્તે આવેલા ક્રિકેટના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેઇડ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે જુગાર રમતા 5 ઇસમોને રોકડ રકમ રૂ. 57600ના મુદામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.