મોરબીમાં સરાજાહેર વિદ્યાર્થીનીઓને જોઈ જાહેરમાં પેન્ટ ઉતારીને ઢગાની વિકૃત હરકત
હિંમતવાન દીકરીઓએ ઢગાની વિકૃત હરકતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો
મોરબી : મોરબીમાં એક ઢગાને શાળા કોલેજે જતી દીકરીઓએને જોઈને વિકૃત હરકત કરવી ભારે પડી હતી. જેમાં મોરબીના બસસ્ટેન્ડ પાછળ શાળા કોલેજે જતી દીકરીઓને જોઈ જાહેરમાં પેન્ટ ઉતારી નાખી છેલ્લા ઘણા સમયથી બિભીત્સ ચેનચાળા કરી દિકરીઓને હેરાન પરેશાન કરતા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની આ વિકૃત હરકતનો હિંમતવાન દિકરીઓએ વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ વિકૃત શખ્સને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબીના એજ્યુકેશન હબ ગણાતા નવા બસસ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટ પાછળના ભાગે એક વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ અવાર નવાર જ્યારે અહીંથી બહેનો દીકરીઓ પસાર થાય ત્યારે પોતાનું પેન્ટ કાઢી વિકૃત હરકત કરતો હોય એક વર્ષ પહેલા એક હિંમતવાન દીકરીએ મોરબી પોલીસને અરજી કરી હતી. જો કે, આમ છતાં પણ કોઈ પગલાં લેવામાં ન આવતા બહેનો - દીકરીઓની હેરાનગતિ કરતા આ ઢગાની હિંમત વધી ગઈ હતી અને તેણે આ વિકૃત હરકત ચાલુ રાખતા કંટાળેલી એક હિંમતવાન દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમા ધારાસભ્યની કોમેન્ટ આવવી જોઈએ તેવી ટેગ લાઈન સાથે આ ઢગાની વિકૃત હરકત સાથેનો વીડિયો અપલોડ કર્યો હતો.આથી મોરબીની હિંમતવાન દીકરી અંગેનો વીડિયો સોશિયલ મીડિયાના વાયરલ થતાની સાથે જ સીટી એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોને આધારે તપાસ કરતા બહેનો દીકરીઓ સામે વિકૃત હરકત કરનાર શખ્સ શક્ત શનાળાના ગોકુલનગરમાં જોધાણીની વાડીમાં રહેતો અશ્વિન મૂળજી ચાવડા ઉ.વ.35 હોવાનું સામે આવતા પોલીસે અશ્વિનને ઘેરથી ઉઠાવી લીધો હતો. વધુમાં અશ્વિન કડીયાકામ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં બિભીત્સ હરકતો કરનાર અશ્વિન વિરુદ્ધ બીએનએસ કાયદા મુજબ ગુન્હો દાખલ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.