Wednesday - May 06, 2026

મોરબીના ત્રાજપરમા જાહેરમાં જુગાર રમતા છ ઝબ્બે

મોરબીના ત્રાજપરમા જાહેરમાં જુગાર રમતા છ ઝબ્બે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર વિસ્તારમાં બે અલગ અલગ દરોડામાં છ જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. જુગારના પ્રથમ દરોડામાં ત્રાજપરના અવેળા પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા, રામજીભાઇ સવશીભાઇ સનુરા અને કિશોરભાઇ લાભુભાઇ પાટડીયાને રોકડા રૂપિયા 4200 સાથે તીનપતિ રમતા ઝડપી લેવાયા હતા. જ્યારે બીજા દરોડામાં ઓરીએન્ટલ બેન્ક પાસેથી સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલા, પીંટુ નારાયણભાઇ સનુરા અને મહેશભાઇ વિરજીભાઇ પીપળીયાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 6,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.