Wednesday - May 06, 2026

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ રૂ.76,350 સાથે ઝબ્બે

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા છ રૂ.76,350 સાથે ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં અમૃતપાર્ક નજીક મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને રોકડા રૂપિયા 76,350 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રણછોડનગર નજીક અમૃતપાર્ક પાસે આવેલ મફતિયાપરામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપીઓ અસલમભાઇ કાસમભાઇ દલવાણી રહે. મહેન્દ્રપરા, ઘાંચી શેરી, વીમલભાઇ ઉર્ફે વીપુલ નટુભાઇ સોલંકી, રહે. વાવડી રોડ, રાજેશકુમાર સુભાષભાઇ ચોબે, રહે.મહેન્દ્રપરા ચોક વાવડીરોડ, દાઉદભાઇ ગનીભાઇ પીપરવાડીયા, રહે. લાતી પ્લોટ, યાકુબખાન અબ્દુલખાલીબ ખાન રહે.રણછોડનગર અમૃતપાર્ક અને આર્યન બાલુભાઇ ખીટ, રહે.મોરબી મહેન્દ્રપરા વાળાઓને રોકડા રૂપિયા 76,350 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.