Tuesday - May 05, 2026

હળવદના રાયસંગપર ગામે જુગાર રમતા છ પકડાયા

હળવદના રાયસંગપર ગામે જુગાર રમતા છ પકડાયા

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાયસંગપર ગામની સીમમાં આવેલ પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીની વાડીના શેઢા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હમીરભાઇ મેરૂભાઇ ચૌહાણ, નટવરભાઇ ઉર્ફે ટાબાભાઇ કાનાભાઇ ચાવડા, રમેશભાઇ કચરાભાઇ જાંબુકીયા, રવજીભાઇ ગોરધનભાઇ લોલાડીયા, રમેશભાઇ ઠાકરશીભાઇ ડાભી અને ધનજીભાઇ છગનભાઇ પરમારને રોકડા રૂપિયા 12,670 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.