માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે સમાજની રુએ મૈયતમાં ગયેલા મોરબી વિશિપરામાં રહેતા મહિલાને ચાર શખ્સોએ માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિશિપરમાં રહેતા અમીનાબેન દાઉદભાઈ બુચડ નામના મહિલા સમાજની રુએ વવાણીયા ગામે મૈયતમા જતા આરોપી જાકુબ નૂરમામદ ભટ્ટી, સલીમ નૂરમામદ ભટ્ટી, રફીક નૂરમામદ ભટ્ટી અને શબ્બીર જુસબભાઈ ભટ્ટીને સારું ન લાગતા આરોપીઓએ હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.