Monday - Aug 31, 2026

મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં માહી ડેરી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિનોદભાઇ ઉર્ફે પેટારો મગનભાઇ કુંઢીયા રહે. કાલિકા પ્લોટ, મોરબી, ભાવેશભાઇ રણછોડભાઇ સાથડિયા રહે. ભીમસર,ત્રણ માળીયા,વેજીટેબલ રોડ મોરબી, રહેમતઉલ્લા ઇસ્માઇલભાઇ ખુરેશી રહે કાલિકા પ્લોટ, મોરબી, એઝાજભાઇ ઉર્ફે બોદિયો જેનુદીનભાઇ રૂમી રહે. કાલિકા પ્લોટ, હુસેની ચોક પાસે, મોરબી, મુસ્તાક ઉર્ફે મુસો આમદભાઇ વાઘેર રહે. કાલિકા પ્લોટ,હુડકો ક્વાર્ટર, મોરબી અને આરોપી, કાનજીભાઇ ઉર્ફે કાનો ધનજીભાઇ મેર રહે. કાલિકા પ્લોટ, મોરબી વાળાઓને રોકડા રૂપિયા ૧૨,૮૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.