Sunday - Jun 28, 2026

માળિયા (મી.)માં સુન્ની મુસ્લિમ મિયાણા જમાત દ્વારા મૌન રેલી નીકળશે

માળિયા (મી.)માં સુન્ની મુસ્લિમ મિયાણા જમાત દ્વારા મૌન રેલી નીકળશે

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને શાંતિ-એકતાનો સંદેશ આપવા માળિયા મિયાણાના સુન્ની મુસ્લિમ મિયાણા જમાત અને શહેરના નાગરિકો દ્વારા આવતીકાલે તા. 25-4-2025ને શુક્રવારના રોજ બપોરે 2 કલાકે શાંતિપૂર્ણ મૌન રેલી યોજાશે. જેમાં જુમ્મા મસ્જિદથી મામલતદાર કચેરી ખાતે મૌન રેલી રાખીને મામલતદાર મારફત ગૃહ મંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવશે. તેમજ આવા આતંકવાદીઓને જલ્દી ઝડપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી સાથે રેલી કાઢવામાં આવશે. મહત્વનું છે કે, તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામ ખાતે બનાવેલા નિર્દોષ નાગરિકો પરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. આ હુમલામાં 26થી વધુ લોકો, મોટાભાગે પર્યટકો, જેમાં ગુજરાતના ભાવનગરના પિતા-પુત્રનો સમાવેશ થાય છે, તેમણે જીવ ગુમાવ્યો, જે દેશભરમાં શોક અને આક્રોશનું કારણ બન્યું છે. આવા કાયર કૃત્યો માનવતા, શાંતિ અને ભાઈચારા વિરુદ્ધ છે, અને આપણા દેશની એકતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

માળિયા (મી.)માં સુન્ની મુસ્લિમ મિયાણા જમાત દ્વારા મૌન રેલી નીકળશે