મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિહાન વીલા, શિવ શક્તિ સોસાયટી, ગોલ્ડન માર્કેટ સામે રહેતા વસંતભાઈ કાનજીભાઈ ગોરીયાના પરિવાર દ્વારા તા.8થી 14 ફ્રેબ્રુઆરી સુધી સજ્જનપર ગામે ઓમ વિલા ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કથાના જાણીતા વક્તા કિશોર મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં કપિલ જન્મ કથા, વામન અવતાર, કૃષ્ણ જન્મ ઉત્સવ, ગિરિરાજ અન્નકૂટ ઉત્સવ, રૂક્ષમણી, સુદામા ચરિત્ર કથા સહિતના કથામાં આવતા જુદા જુદા પ્રસંગો ઉજવાઈ રહ્યા છે અને આ કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઇ રહ્યા છે.