Thursday - Jul 16, 2026

ડરાવી ધમકાવી પડાવેલા રૂ.5 લાખ પરત અપાવતી ટંકારા પોલીસ

ડરાવી ધમકાવી પડાવેલા રૂ.5 લાખ પરત અપાવતી ટંકારા પોલીસ

મોરબી : ટંકારા તાલુકાના હરિપર ગામે રહેતા ફરિયાદી અજિતભાઈ મૂળજીભાઈ ભાગીયાને ડરાવી ધમકાવીને આરોપીઓએ બળજબરીથી રૂ.5 લાખ પડાવી લીધા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસ એક્શનમાં આવી હતી અને તેરા તુઝકો અપર્ણ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એમ. છસિયા સહિતની ટીમે આરોપીઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી પડાવેલા રૂ.5 લાખ કબ્જે કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવી ફરિયાદી અજિતભાઈ મૂળજીભાઈ ભાગીયાને રૂ. પાંચ લાખ પરત અપાવી પોલીસ પ્રજાની સાચી હમદર્દ હોવાના સૂત્રને સાર્થક કર્યું હતું.