મોરબી : મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરે જવાના કાચા રસ્તે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગમાં દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ ખાખરાવાળી મેલડી માતાજીના મંદિરે જવાના કાચા રસ્તે જાહેર રોડ ઉપર રેડ પાડી ત્યાં જુગાર રમતા રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા , રફીકભાઈ નુરમામદભાઈ જામ, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર, મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ બાબુભાઈ ચાવડા, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા , સંજયભાઈ ચંદુભાઈ પરેસા અને ગોપાલભાઈ લખાભાઈ જાદવને કુલ રોકડ રૂ. 1,34,200 નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.