Tuesday - Sep 29, 2026

માળીયાના ખીરઇ ગામે પત્નીના અવસાનના આઘાતમાં પતિએ પણ અંનતની વાટ પકડી

માળીયાના ખીરઇ ગામે પત્નીના અવસાનના આઘાતમાં પતિએ પણ અંનતની વાટ પકડી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામની સીમમાં રોહિતભાઈ સવજીભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ કવાટ છોટા ઉદેપુરના વતની મુકેશભાઈ ગુમિયાભાઈ નાયકના પત્નીનું બે વર્ષ પહેલાં મૃત્યુ નિપજ્યા બાદ મુકેશભાઈ સતત ઉદાસ અને ગુમસુમ રહેતા હોય નાસીપાસ થઈ ગઈકાલે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં દમ તોડી દીધો હતો.ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.