Sunday - May 17, 2026

મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે.

મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે.

મોરબી: મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

મોરબીના બરવાળા ગામે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના  મંદિરના શિલાપુજન સાંજના ૪:૩૦ કલાકે દામજીભગત બગથળા નકલંક મહંત મંદિર બગથળાવાળા તથા યજમાનશ્રીઓ દ્વારા કરવામાં આવશે.  તેમજ આ કાર્યક્રમમાં દામજીભગત મહંત બગસરા નકલંક મંદિર દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના ૭:૩૦ કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.