મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર વાહનમાં ઘાસ ચારાની વ્યવસ્થા કર્યા વગર ક્રૂરતાપૂર્વક ઘેટા બકરા ભરી કતલખાને લઈ જઈ રહેલા બે શખ્સને પોલીસે ઝડપી લઈ ગુજરાત પશુ ક્રુરતસ અધિનિયમ અન્વયે કાર્યવાહી કરી વાહન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના રસ્તા નજીકથી જીજે - 17 - યુયુ - 6759 નંબરના મહિન્દ્રા જીતો વાહનને અટકાવી ચેક કરતા વાહનમાંથી 10 બકરા અને ત્રણ ઘેટા ક્રૂરતા પૂર્વક બાંધી ઘાસચારાની વ્યવસ્થા વગર લઈ જવાતા હોવાનું સામે આવતા આરોપી શબિર મહમદહનીફ શેખ રહે.અંજાર, કચ્છ અને આરોપી ધારીભાઈ બચુભાઇ જીલિયા રહે.ત્રાજપર ચોકડી મોરબી વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.