Saturday - Jul 04, 2026

મોરબીના વીસીપરામા જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝબ્બે

મોરબીના વીસીપરામા જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝબ્બે

મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર ભવાનીનગર નજીક જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બેચરભાઇ ખેંગારભાઇ ધોળકીયા, નવઘણભાઇ લાભુભાઇ દારોદ્રા, કિશનભાઇ સુખાભાઇ હળવદીયા, શારદાબેન મનુભાઇ ભોજવીયા, ચંપાબેન ચંદુભાઇ શેખાણી, જોશનાબેન વિનોદભાઇ ભોજવીયા, સોનલબેન ધનજીભાઇ કુરીયા અને રંજનબેન ભરતભાઇ ભોજવીયાને રોકડા રૂપિયા 12,650 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.