Saturday - May 16, 2026

વાંકાનેરના વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેરના વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ અને રાતાવીરડા સીરામિક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ શખ્સોને જુગાર રમાડતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં રાતાવીરડા ગામની સીમમાં કલર સિરામિક પાસેથી પોલીસે આરોપી પરબત કાળુભાઇ ઉકેડીયા રહે.સરતાનપર વાળાને રોકડા રૂપિયા 400 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો. બીજા દરોડામાં સરતાનપરની સીમમાં સનસેરા સિરામિક પાસેથી આરોપી પરસોતમ ટીકુભાઈ પરમાર રહે.મકનસર ગામ વાળાને રોકડા રૂપિયા 300 સાથે વરલીના આંકડા લેતા ઝડપી લીધો હતો.જ્યારે ત્રીજા દરોડામાં આરોપી ચેતન સોમાભાઈ ઠાકોર રહે.સરતાનપર વાળાને રોકડા રૂપિયા 320 સાથે સરતાનપર ચોકડીએ વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગરધારા મુજબ કાર્યવાહી કરી હતી.