Sunday - May 17, 2026

મોરબીમાં રમતા રમતા દૂર નીકળી.જવાથી છ વર્ષની બાળકી ભૂલી પડી

મોરબીમાં રમતા રમતા દૂર નીકળી.જવાથી છ વર્ષની બાળકી ભૂલી પડી

રીક્ષા ચાલકે માનવતા દાખવીને બાળાને પોલીસ સ્ટેશને પહોંચાડતા અંતે અભયમની મદદથી બાળકીનો પરિવાર સાથે ભેટો થયો

મોરબી : તારીખ 02/01/2026ના રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશન થી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ કે એક છ વર્ષની આસપાસની ઉંમરની બાળકી મળી આવેલ છે અને ભૂલી પડી ગયેલ છે મદદ માટે 181 ટીમની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ વિલાસબેન તેમજ પાયલોટ મહેશભાઈ અજાણી બાળકી સુધી પહોંચ્યાં હતા અને પોલીસ સ્ટેશન દ્વારા જણાવેલ આ બાળકી સાંજના સમયે એકલી રસ્તા પર રડતી હોય અને ડરી ગયેલ હોય જેથી રિક્ષાવાળા ભાઈ બાળકીને પોલીસ સ્ટેશન ખાતે સોંપી ગયા હતા.

મોરબીમાં રમતા રમતા દૂર નીકળી.જવાથી છ વર્ષની બાળકી ભૂલી પડી

181 ટીમે સૌ પ્રથમ બાળકીને સાંત્વના આપી સરળતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકી ડરી ગયેલ હોવાથી કશું બોલતી ના હોય જેથી પ્રાથમિક માહિતી મળી ના હોય ઘણા પ્રયત્નો બાદ તેમના પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશના છે અને મોરબી કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા છે. તેઓ પોત પોતાના કામમાં વ્યસ્ત હોય બાળકી રમતા- રમતા ઘણી દૂર નીકળી ગયેલ અને રસ્તો ભૂલી ગયેલ તેઓએ આજુ- બાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની બાળકી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળેલ ના હોય અને તેઓ પણ ચિંતિત હતા. આ અંગે તેમની દીકરીના તમામ આધાર- પુરાવા મેળવી તેમના પરિવારને સલાહ- સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપેલ હવે પછી તેમને દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ હતું. આમ બાળકીને એના પરિવાર સાથે સુખ:દ મિલન કરાવી મોરબી 181 અભયમ તથા વાંકાનેર પોલીસ તથા મોરબી તાલુકા પોલીસ ટીમે સરાહનીય કાર્ય કર્યું હતું.