Saturday - Jul 04, 2026

મોરબીની યુવતીને કરિયાવર, ઘરકામ મામલે રાજકોટના સસરિયાઓ પાંચ વર્ષથી હેરાન કરતા હોવાની ફરિયાદ

મોરબીની યુવતીને કરિયાવર, ઘરકામ મામલે રાજકોટના સસરિયાઓ પાંચ વર્ષથી હેરાન કરતા હોવાની ફરિયાદ

મોરબી : મોરબીના સ્કાયમોલ પાસે રામનગર સોસાયટીમાં માવતર ધરાવતી મોરબીની દલવાડી સમાજની દીકરીને રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સાસરિયાઓ કરિયાવર બાબતે નાની નાની વાતો દુઃખ ત્રાસ આપી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય પાંચ વર્ષથી ત્રાસ સહન કરનાર દીકરીએ અંતે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના શનાળા રોડ પર રામનગર સોસાયટીમાં માવતરના ઘેર રહેતા રિમાબેન રવિભાઈ પરમાર ઉ.30 નામની પરિણીતાએ આરોપી પતિ રવિ કનૈયાલાલ પરમાર, સસરા કનૈયાલાલ મોહનલાલ પરમાર, સાસુ રંજનબેન પરમાર, જેઠ હિરેન કનૈયાલાલ પરમાર રહે.તમામ 10-બજરંગવાડી, રાજકોટ અને નણંદ ગીતાબેન રાજેશભાઇ મઘોડિયા રહે.રેલનગર, રાજકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પતિ સહિતના સાસરિયાઓ કરિયાવર બાબતે વર્ષ 2020થી શારીરિક માનસિક ત્રાસ આપી, નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારકુટ કરતા હોય સમાજ રાહે સમાધાન માટે પ્રયાસ કર્યા હતા.આમ છતાં સાસરિયાઓનો ત્રાસ યથાવત રહેતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.