Tuesday - Apr 28, 2026

મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવાની માંગ

મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવાની માંગ

મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ સર્કલ બનાવી આપવાની માંગ સાથે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીથી રાજકોટ જતાં હાઈવે ઉપર શનાળા-રાજપર ચોકડીએ અવારનવાર ટ્રાફીકની સમસ્યા રહે છે. જેના કારવી કલાકો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. તેમજ આ ચોકડીમે સર્કલ ન હોવાના કારણે અકસ્માતો પણ અને છે. આ ચોકડીએ સવાર તથા સાંજના સમયે વિદ્યાર્થીઓ, પંપાર્થીઓ તથા રાહદારીઓ સમયસર જે તે સ્થળે પહોંચી શક્તા નથી. જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જેથી આ ભાબત ધ્યાને લઈ મોરબીથી રાજકોટ જતાં રસ્તામાં શનાળા-રાપર ચોકડીએ સર્કલ બનાવી આપવા આપની કથાએથી ઘટીત કાર્યવાહી કરવા મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે.