Monday - Apr 27, 2026

શક્તિસિંહ ગોહિલએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિવાદ અંગે આપ્યું નિવેદન

શક્તિસિંહ ગોહિલએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના વિવાદ અંગે આપ્યું નિવેદન

 મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની વરણીને લઈને કોંગ્રેસ પક્ષમાંથી અનેક રાજીનામાં પડ્યા બાદ આજે કિશોર ચીખલીયાનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે , અત્યાર સુધી ભાજપે કરેલા કામોમવા કરેલી કુટનીતિ ગણાવી અને અને તમામ વિકાસ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર તેમજ જાહેર જીવનને ઝાકઝમાંળમાં રાખી અપના ઉલ્લુ સીધા કરને કે લીએ ભાજપે પ્રજાને બહુ જ મૂર્ખ બનાવી હોવાના આક્ષેપ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી સામે રાજીનામાં પડવાની ઘટનાને લઈને પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે પરિવર્તન એ સંસસરનો નિયમ છે. હું પ્રદેશ પ્રમુખ છું. તો હું આજીવન ન રહું. પરિવર્તનને સ્વીકારી પક્ષની વિચારધારા સાથે કામ કરનારા અનેક લોકો હોય છે. ક્યારેય જેમને ખૂબ મળ્યું હોય છતાં એમની કેટલીક મજબૂરી પણ હોય, અથવા ભાજપના અનેક લાલચ અને કાવાદાવામાં કેટલાક સારા નેતાઓને પણ જવું પડ્યું હોય છે.


કોંગ્રેસમાં સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, સેવાની સાધના છે

પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે સારા વ્યક્તિઓ હોય છે અને ભાજપમાં ગયા પછી ઝીરો થાય છે એવા અનેક દાખલાઓ હોય છે. હું કોંગ્રેસના મિત્રોને વિનંતી કરીશ કે આવો સાથે મળીને કામ કરીએ, સતા પડાવી લેવાનો સંઘર્ષ નથી. આ સેવાની સાધના છે. ગુજરાતના લોકોનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન માટે સતા મળે તો એ લોકકલાયણ માટેની સાધના છે. તેમાં માટેનો યજ્ઞ છે. જેમાં બધા જોડાઈ તેવી આશા છે.

ભાજપે જે નેતાની ટીકીટ કાપી, તેનામાં શુ અવગુણ હતા તે જાહેર કરવા જોઇએ

પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના જે સાંસદોની ટીકીટ કપાઇ છે તેના વિશે કહ્યું કે ભાજપે તેના કારણો આપવા જોઈએ. જે નેતાઓને વાપરીને મૂકી દેવામાં આવ્યા એના વિશે પણ કહેવું જોઈએ. અથવા તો એનામાં એવા શુ અવગુણ હતા તેમને જાહેર કરવા જોઈએ. બહારથી લાવીને અહીંના નેતાને કાપવામાં આવે તેના કારણો જણાવવા જોઈએ.