Saturday - May 16, 2026

વાંકાનેરમા બે સ્થળે જુગાર ચાર રમતા મહિલા સહિત સાત ઝબ્બે

વાંકાનેરમા બે સ્થળે જુગાર ચાર રમતા મહિલા સહિત સાત ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં જસદણ સિરામિક પાસે જાહેરમાં જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત સાત જુગારી ઝડપાઇ ગયા હતા. જ્યારે વાંકાનેરના સરતાનપર અને માળીયા મિયાણા અણીયારી ટોલનાકા નજીકથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે પેડક સોસાયટીમાં જસદણ સિરામિકની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંદીપકુમાર રાકેશકુમાર બેઇન, બીપીનભાઇ રમેશભાઇ શંખેસરીયા, મનોજકુમાર રાધેલાલ પટેલ, મીરાબેન જેન્તીભાઇ વોરા, નીરૂબેન વજુભાઇ ગુગડીયા, રાધાબેન છગનભાઇ વોરા અને નયનાબેન મેહુલભાઇ ગુગડીયાને રોકડા રૂપિયા 6290 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી દીક્ષિત રાયધનભાઈ સુરેલાને રોકડા રૂપિયા 500 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ત્રીજા બનાવમાં માળીયા મિયાણા પોલીસે અણીયારી ટોલનાકા નજીકથી આરોપી જાવેદ મહેબૂબભાઈ માણેક રહે.માળીયા મિયાણા વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.