Monday - Sep 16, 2024

મોરબીમાં તીનપતિ રમતી સાત મહિલાઓ ઝડપાઇ

મોરબીમાં તીનપતિ રમતી સાત મહિલાઓ ઝડપાઇ

મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સરોજબેન ચંદુભાઇ સાંતોલા, ટીનુબેન મુકેશભાઇ કણસાગરા, કાજલબેન વિપુલભાઇ કણસાગરા, દયાબેન કરશનભાઇ ઉપસરીયા, દક્ષાબેન હિતેશભાઇ સનુરા, માયાબેન નિલેશભાઇ પંચાસરા અને સરોજબેન રાજેશભાઇ ઉપસરીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.