Monday - Jul 06, 2026

મોરબીની અગાઉ માથાકૂટને કારણે બોલવાનું બંધ કરતા યુવાનને પાડોશી પિતા-પુત્રએ પટ્ટાથી ફટકાર્યો

મોરબીની અગાઉ માથાકૂટને કારણે બોલવાનું બંધ કરતા યુવાનને પાડોશી પિતા-પુત્રએ પટ્ટાથી ફટકાર્યો

મોરબી : મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વેલ્ડીંગ કામ કરતા યુવકને પાડોશી સાથે અગાઉ બોલાચાલી થઈ હોય જેથી વ્યવહાર કાપી નાખી બોલાવવાનું બંધ કરી દેતા ઉશ્કેરાઈ ગયેલા પિતા પુત્રએ પાડોશી યુવકને બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા જગદીશભાઈ ધીરુભાઈ રેણુકા ઉ.25 નામના યુવકે પાડોશી દિલીપભાઈ બાવાજી તેમજ રાજુ દિલીપભાઈ બાવાજી રહે.બન્ને ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેમને પાડોશી સાથે બોલાચાલી ઝઘડો થયો હોવાથી તેમની સાથે વ્યવહાર ન રાખી બોલાવતા ન હોવાથી આ બાબતનો ખાર રાખી બન્ને આરોપીઓએ ગાડીમાં પટ્ટા ટાઈટ બકલ અને પટ્ટા વડે માર મારી ઇટના કટકા માથામાં મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાં ધમકી આપી હતી.બનાવ અંગે જગદીશભાઈની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.