Monday - Jul 06, 2026

વાંકાનેરના કોઠારીયા ગામેં ઢોર સાઈડમાં ચલાવવા કહેતા ખેડૂતને માર માર્યો

વાંકાનેરના કોઠારીયા ગામેં ઢોર સાઈડમાં ચલાવવા કહેતા ખેડૂતને માર માર્યો

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જતા રસ્તા ઉપર ગાડું લઈને નીકળેલા ખેડૂતે આગળ ઢોર લઈને જઈ રહેલા પશુપાલકને પશુઓ સાઈડમાં લેવા કહેતા ઉશ્કેરાયેલા પશુપાલકે ખેડૂતને માર માર્યો હતો.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી ટંકારા તરફ જતા રસ્તા ઉપર ગાડું લઈને જઈ રહેલા ફરિયાદી અબ્દુલભાઇ અમીભાઈ સેરસિયાએ આગળ ઢોર લઈને જઈ રહેલા પશુપાલક આરોપી જયરાજસિંહ કરણસિંહ ઝાલાને પશુઓ સાઈડમાં લેવા કહેતા ઉશ્કેરાયેલા પશુપાલકે ખેડૂત અબ્દુલભાઇ ઉપર હુમલો કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.