મોરબી : મોરબી શહેરના માધાપર વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં એક વ્યક્તિએ જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે રાત્રીના સમયે દરોડો પાડી જુગારધામ સંચાલક તેમજ જુગારની મજા માણી રહેલા સાત આરોપીઓને ઝડપી લઈ રોકડા રૂપિયા 25,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબીમાં પેટ્રોલિંગ દરમીયામ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, માધાપર શેરી નંબર 4માં રહેતા આરોપી મુન્નાવરખાન યુસુફખાન યુસુફઝઇએ પોતાના રહેણાંકમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળે જુગાર રમી રહેલા આરોપી મુન્નાવરખાન યુસુફખાન યુસુફઝઇ, સાહિદખાન યુસુફખાન યુસુફઝઇ રહે.માધાપર, દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા રહે.જોન્સનગર, રવિ દેવાભાઈ ડાભી રહે.માધાપર, વિમલ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી રહે.સ્વાતિ પાર્ક, ઉમિયા ગેટ અંદર, મોરબી, હનીફ હુસેનભાઈ દિવાન રહે.બોરીચા વાસ અને આરોપી વિપુલ ઉર્ફે ડબલી રામભાઈ ગરિયા રહે.અંબિકાનગર, માધાપર મોરબી વાળોને રોકડા રૂપિયા 25,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.