Saturday - May 18, 2024

મોરબીમાં પહેલા ભગવાન રામની ભક્તિ પછી જ સપ્તપદીના સાત ફેરા નવયુગલે લગ્નગ્રંથિથી જોડતા પહેલા ભગવાન રામની આરતી કરી

મોરબીમાં પહેલા ભગવાન રામની ભક્તિ પછી જ સપ્તપદીના સાત ફેરા

નવયુગલે લગ્નગ્રંથિથી જોડતા પહેલા ભગવાન રામની આરતી કરી

અયોધ્યામાં ભગવાન શ્રીરામને બિરાજમાન કરવાના ઐતિહાસિક પ્રસંગને લઈને સમગ્ર દેશ સાથે મોરબીમાં પણ રામ ભક્તિનું પ્રચડ પુર આવ્યું હતું. ત્યારે એક નવયુગલે  પહેલા ભગવાન રામની આરતી પછી જ સપ્તપદીના સાત ફેરાનો સંકલ્પ લઈ લગ્નની શરૂઆતમાં  જ આરતી થકી ભગવાન રામની પૂજા કર્યા બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

મોરબીમાં રહેતા કમલેશભાઈ સામજીભાઈ કૈલાના પુત્ર મૌલિક સાથે વિનોદભાઈ ભગવાનજીભાઈ વસિયાણીની પુત્રી ધારાના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પણ આ યુગલે પહેલા રામ પ્રત્યે અનેરી ભક્તિ વ્યક્ત કર્યા બાદ જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એ મુજબ આ વરઘોડિયાએ સજોડે લગ્ન મંડપમાં જ ભગવાન શ્રીરામની મહાઆરતી કરી હતી અને પછી જ લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી હતી. આ યુગલે પહેલા રામ પ્રત્યે અંતરના ઊંડાણથી આરતી કરી ભગવાન પાસેથી પોતાના સુખમય દામ્પત્ય જીવનના આર્શીવાદ  મેળવી પ્રભુતામાં પગલાં માંડયા હતા.