Saturday - May 18, 2024

મોરબીના કેન્સરથી પીડિત દર્દીને નિરોગી બનાવવાનો સેવાભાવી યુવાનોએ જંગ છેડયો એકદમ વિનામૂલ્યે અને રહેવા જમવાની તમામ સુવિધાઓ સાથે કેન્સરના દર્દીઓને આર્યુવેદીક પદ્ધતિ કરાતો સચોટ ઈલાજ

મોરબીના કેન્સરથી પીડિત દર્દીને નિરોગી બનાવવાનો સેવાભાવી યુવાનોએ જંગ છેડયો
એકદમ વિનામૂલ્યે અને રહેવા જમવાની તમામ સુવિધાઓ સાથે કેન્સરના દર્દીઓને આર્યુવેદીક પદ્ધતિ કરાતો સચોટ ઈલાજ

કેન્સર જેવી બીમારી લાગુ પડી પણ ન  હોય છતાં પણ કેન્સરનો શબ્દ સાંભળતા જ લોકોના મોતિયા મરી જાય છે. શરૂઆતમાં શુદ્ધ ખોરાક મળતો હોય  ત્યારે વ્યસનીઓને  જ કેન્સર જેવી બીમારી લાગુ પડતી પણ હવે  એવું રહ્યું નથી. પાણી,  જંક ફૂડ જેવો આહાર લઈને સામેથી મોતને આમંત્રણ આપવા બરોબર છે. ત્યારે મોરબીમાં કેટલાક સેવાભાવી યુવાનોએ કેન્સરથી પીડિત દર્દીને નિરોગી બનાવવાનો જંગ છેડયો છે.

મોરબીના સેવાભાવિ યુવાનોમાના પૈકી નિલેશભાઈ એરવાડિયા તથા સંપત્તિ ફાઉન્ડેશનના અગ્રણી સંજયભાઈ લોરીયાની ટિમ એમ બન્ને ટીમે સાથે મળીને કેન્સરને  જડમૂળથી ઉખાડી ફેંકવા તેમજ ઘણા લોકો સામાન્ય કે ગરીબ વર્ગના હોય એમને કેન્સર લાગુ થાય તો એમની પાસે અત્યારની મોંઘી મોંઘી સારવારની ફી પરવડે એમ હોતી જ નથી. એવડી ફી ભરવા જાય તો એ દર્દીના પરિવારને ભૂખમરો વેઠવો પડે છે. એક તો આ પરિવાર ગરીબાઈથી દુખીયો હોય અને ઉપરથી ભગવાન એની કસોટી કરવા દુકાળમાં અધિક માસની જેમાં આવી જીવલેણ બીમારી આપી દે તો એ પરિવાર જ આખો વેરવિખેર થઈ જાય છે. તેથી આ  બન્ને યુવાનોની ટિમેં ધ્રોલ નજીક તોરાણા મોરાણા આશ્રમમાં રહેલી કેન્સર આર્યુવેદીક હોસ્પિટલને મોરબીમાં આદેશ આશ્રમ, જડેશ્વર મંદિરની પાછળ, વાંકાનેર-લજાઈ રોડ પર ખસેડી છે. આ હોસ્પિટલમાં તમામ આયુર્વેદિક સારવાર, દવા, રહેવા-જમવાની, રોકાણ સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત બે આર્યુવેદીક રીતે કેન્સરમાં નિષ્ણાત ડોકટરો દર્દીઓની સેવા માટે ખડેપગે રહે છે. હવેથી પાટીદાર નવરાત્રીના નફાનો 50% હિસ્સો આ હોસ્પિટલને અર્પણ કરાશે . એકંદરે આ સેવભાવીઓ દ્વારા પૈસાના અભાવે કે દૂર સુવિધાઓને કારણે કદાચ ઘણા દર્દીઓ મોતને ભેટતા હોય પણ હવે આ આર્યુવેદીક હોસ્પિટલ શરૂ થતાં અને આર્યુવેદીક પ્રાચીન પરંપરા હોય તેની કોઈ આડ અસર ન થતી હોય પણ એનો ઉપચાર લાંબાગળે નિરોગી દર્શાવે છે.