મોરબી:- આગામી તારીખ 17 મે ના રોજ સ્વર્ગસ્થ ધ્રુમિલ હાર્દિકભાઈ ભાલોડીયાની સ્મૃતિમાં આર્ટ ઓફ લિવિંગ ટીચર, શ્રીનાથજી સિરામિક બ્લીઝર્ડ વિટ્રીફાઈડ, સિસ્ટોન એક્સપોર્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 17 મેને શનિવારના રોજ સવારે 8:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી મોરબીના રાધે શ્યામ પ્રોવિઝન સ્ટોર ઉપર આવેલા શ્રી શ્રી હોલ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલ મોરબી નો સહયોગ મળ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થઈ સ્વર્ગસ્થ ધ્રુમિલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં સૌને ભાલોડીયા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.