Friday - Sep 25, 2026

ભોપાલ ખાતે CBSE વેસ્ટ ઝોન ક્રિકેટ ટ્રાયલ્સમાં મોરબીના 10 ક્રિકેટરોની પસંદગી

ભોપાલ ખાતે CBSE વેસ્ટ ઝોન ક્રિકેટ ટ્રાયલ્સમાં મોરબીના 10 ક્રિકેટરોની પસંદગી

ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 5 હજારથી વધુ ખેલાડીઓ વચ્ચે મોરબીના ખેલાડીઓએ બાજી મારી

મોરબી : CBSE દ્વારા ભોપાલ ખાતે  7થી 15 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી વેસ્ટ ઝોન ક્રિકેટ ટ્રાયલ્સ-2026માં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 5 હજારથી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં  પાંચ હજારથી વધુ એકથી એક ચડિયાતા ખેલાડીઓ વચ્ચે કાંટે કી રમતની જેમ દિલધડક મુકાબલામાં મોરબીના 10 ખેલાડીઓએ શ્રેષ્ઠ રમતનું પર્ફોર્મન્સ આપી નાના એવા મોરબી શહેરને રાષ્ટ્રીય સ્તરે ગુજતું કરી દીધું હતું. મોરબીના 10 ખેલાડીઓએ વિવિધ વયજૂથની કેટેગરીમાં બે તબક્કાના ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બાજી મારીને આગામી CBSE વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ માટે સ્થાન મેળવીને જ્વલંત સિદ્ધિ મેળવી છે.

ભોપાલ ખાતે CBSE વેસ્ટ ઝોન ક્રિકેટ ટ્રાયલ્સમાં મોરબીના 10 ક્રિકેટરોની પસંદગી

CBSE વેસ્ટ ઝોન ક્રિકેટ ટ્રાયલ્સમાં મોરબીમાંથી અંડર-14, અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં કુલ 10 ખેલાડીઓએ ભાગ લીધો હતો. બે કઠિન ટ્રાયલ રાઉન્ડ બાદ જાહેર થયેલા પરિણામમાં અંડર-14 કેટેગરીમાંથી ડેનિલ, ફૈઝાન, દિવ્યાંશુ અને ઝિલ, અંડર-17માંથી સ્વમરાજ, દિવ્યા અને સુમિત, જ્યારે અંડર-19માંથી યક્ષ, અંશ અને પ્રણવની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ માટે પસંદગી થઈ છે. આ પસંદ થયેલા 10 ખેલાડીઓમાંથી આઠ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબીના અને બે નાલંદા વિદ્યાલયના છે. હવે પસંદગી પામેલા ખેલાડીઓ 5થી 7 ઓક્ટોબર દરમિયાન ભોપાલમાં યોજાનારી CBSE વેસ્ટ ઝોન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં તેમના પ્રદર્શનના આધારે વેસ્ટ ઝોનની ટીમની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ પસંદ થયેલી ટીમ મથુરામાં યોજાનારી CBSE નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ અંગે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના ઓવરઓલ ઇન્ચાર્જ તથા ધ રોર ક્રિકેટ ક્લબના ડાયરેક્ટર ડૉ. અલી ખાને જણાવ્યું હતું કે, પસંદગી પામેલા ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રદર્શન કરીને આ સ્થાન મેળવ્યું છે.  નોંધનીય છે કે ગત વર્ષે પણ મોરબીના શ્રેવેશ શર્મા અને યક્ષ ગોધાણી CBSE ટીમ ઇન્ડિયાનો હિસ્સો બન્યા હતા.