Saturday - Apr 25, 2026

વાર્તા સ્પર્ધામાં ઝોન કક્ષાએ નંબર મેળવતી વનાળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની રાજ્ય કક્ષાએ પસંદગી

વાર્તા સ્પર્ધામાં ઝોન કક્ષાએ નંબર મેળવતી વનાળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યાની રાજ્ય કક્ષાએ પસંદગી

   જી.સી.ઈ.આર. ટી. ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત મિશન અંતર્ગત યોજાયેલ વાર્તા સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભાવનગરનાં પાલીતાણા શહેર ખાતે યોજાયેલ  સૌરાષ્ટ્ર - કચ્છ ઝોન કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં મોરબી તાલુકાની વનાળિયા પ્રા.શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈ એ બીજો નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
હવે પછી આગામી 31 જાન્યુઆરી થી 2 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર રાજ્યકક્ષાના વાર્તા કથન સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
આ તકે કાવ્યા પૈજા ને રાજકોટ ડાયેટ, મોરબી બી.આર.સી.ભવન, નાની વાવડી સી.આર.સી. તેમજ ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે