મોરબી જિલ્લામાં આ વખતે માળીયા તાલુકાના ખાખરેચી ગામે આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વનો મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગરીમાંસભર ઉજવાશે એવું નક્કી કરવામાં આવ્યું છે.
આગામી 75મા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે 26મી જાન્યુઆરી ને શુક્રવારે સવારે 9 કલાકે ખાખરેચી ગામે સાર્વજનિક સ્કૂલની સામેના મેદાનમાં જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આમરણ ગામે યોજાશે. મોરબી શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ સવારે 9:00 કલાકે પ્રાંત અધિકારી સુશીલ પરમારના હસ્તે કરવામાં આવશે.