Tuesday - Oct 06, 2026

મોરબીના વાવડી ગામે કારની હડફેટે સ્કૂટર ચાલકનું મોત

મોરબીના વાવડી ગામે કારની હડફેટે સ્કૂટર ચાલકનું મોત

મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગત તા.23ના રોજ ભૂમિ ટાવર નજીક એક્ટિવા લઈ પોતાની દુકાને જઈ રહેલા કરશનભાઇ પ્રાગજીભાઈ સોલંકી ઉ.86 નામના વૃદ્ધને જીજે - 03 - ઇએલ - 2796 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં કરશનભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેન્દ્રભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે