મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આગામી તા.5 ઓક્ટોબરના રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી સાયન્સ એક્ઝાબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ એક્ઝાબિશનમાં રોબોટિક્સ, એગ્રીકલ્ચર, પર્યાવરણ, સેટેલાઇટ નેટવર્ક, ઇલેક્ટ્રિકસીટી, અંતરિક્ષ, બાયો મેડિકલ, સોલાર પાવર, મલ્ટીવર્ષ વગેરે કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે.