Monday - Apr 27, 2026

મોરબી પોલીસ અને ઓમ શક્તિ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્થળે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી પોલીસ અને ઓમ શક્તિ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્થળે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

મોરબી :મોરબીમાં પોલીસ અને ઓમ શક્તિ ગ્રુપ દ્વારા દૂર દૂરથી ચાલી કચ્છમાં બિરાજમાન માતા આશાપુરાના દર્શન કરવા જતાં પદયાત્રિકોની સેવા માટે અલગ અલગ સ્થળે સેવા કેમ્પનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓમ શક્તિ ગ્રુપ દ્વારા શકત શનાળા અને પોલીસ દ્વારા મોરબી વાંકાનેર હાઇવે ઉપર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચા પાણી નાસ્તો, રહેવા જમવાથી લઈ દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેવા કેમ્પનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. લોકોની સેવા માટે ઓમ શકતી ગ્રુપ અને પોલીસ સ્ટાફ ખડેપગે રહ્યો છે.

મોરબી પોલીસ અને ઓમ શક્તિ ગ્રુપ દ્વારા અલગ અલગ સ્થળે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ