Saturday - Jul 11, 2026

ઇશનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં સરપંચ અને સભ્ય તરીકેના ઉમેદવાર ઉપર 19 શખ્સોનો હુમલો

ઇશનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં સરપંચ અને સભ્ય તરીકેના ઉમેદવાર ઉપર 19 શખ્સોનો હુમલો

હળવદ : ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતાં જ ચૂંટણીના વેરઝેરના ડખ્ખા શરૂ થયા છે. હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે આવા જ એક બનાવના સરપંચ અને સભ્ય પદે ચૂંટણી લડનાર વૃદ્ધ સહિતના લોકો ઉપર 19 શખ્સોએ હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા સનાભાઈ કાનાભાઈ મકવાણા ઉ.61 નામના વૃદ્ધે પરેશ મણીભાઈ સારોલા સહિત 19 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ફરિયાદી અને સાહેદ સરપંચ તેમજ સભ્યપદે ચૂંટણી લડ્યા હોય જે આરોપીઓને ગમ્યું ન હોય આરોપીઓએ ગરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ સાહેદ ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, ફરિયાદીના દીકરા બીપીનભાઈ તેમજ ગણેશભાઈને પાઇપ અને ધોકા વડે માર મારી મોબાઈલ તોડી નાખ્યો હતો.

ચૂંટણીના વેરઝેરમાં થયેલા હુમલા અંગે હળવદ પોલીસે સનાભાઈ મકવાણાની ફરિયાદને આધારે આરોપી પરેશભાઇ મણીભાઇ સારોલા, નવઘણભાઇ મણીભાઇ સારોલાના બે દિકરાઓ જેના નામ આવડતા નથી તે, ઝીણાભાઇ વરસીંગભાઇ સારોલા,સંજયભાઇ ઝીણાભાઇ સારોલા, પ્રકાશભાઇ ઝીણાભાઇ સારોલા, રમેશભાઇ વરસીંગભાઇ સારોલા, દેવાભાઇ રમેશભાઇ સારોલા, ગગજીભાઇ રમેશભાઇ સારોલા, કિશોરભાઇ ગેલાભાઇ સારોલા, દિનેશભાઇ ગેલાભાઇ સારોલા, મગનભાઇ દિનેશભાઇ સારોલા આશીષભાઇ દિનેશભાઇ સારોલા, જયંતીભાઇ જગાભાઇ ઉઘરેજા, ગોવિંદભાઇ જગાભાઇ ઉઘરેજા, કરણભાઇ ગોવિંદભાઇ ઉઘરેજા, કાન્તીબેન જગાભાઇ ઉઘરેજા, લીલાબેન મણીલાલ સારોલા, લાભુભાઇ વરસીંગભાઇ સારોલા, અશોકભાઇ લાભુભાઇ સારોલા રહે-બધા જુના ઇશનપુર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.