Friday - Nov 20, 2026

હળવદ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો

હળવદ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો

એસઓજીએ રૂ.5 હજારની કિંમતનું હથિયાર કબજે કર્યું, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ

મોરબી : મોરબી જિલ્લા એસઓજીની ટીમે હળવદની મોરબી ચોકડી નજીક નવા બની રહેલા શોપિંગ સેન્ટર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ.5,000ની કિંમતની પિસ્તોલ કબજે કરી હળવદ તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે નવા બની રહેલા શોપિંગ સેન્ટરની બાજુમાંથી પસાર થતા એક શખ્સને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી. જેથી પોલીસે રિન્કુ હરિસિંઘ બધેલ (રહે. હાલ રુદ્ર સોસાયટી, સારા રોડ, હળવદ; મૂળ મધ્યપ્રદેશ)ને ઝડપી લઈ રૂ.5,000ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું. આ મામલે હળવદ તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કયા હેતુથી પોતાની પાસે રાખી હતી તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.