Saturday - May 02, 2026

હળવદમા અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ તેમ કહી સરદારજી પર હુમલો

હળવદમા અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ તેમ કહી સરદારજી પર હુમલો

હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વાંકાનેરથી આવેલ મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા ઉ.વ.37 ભૂંડ પકડી રહ્યા હોય ત્યારે હળવદ શહેરમાં રહેતા આરોપી પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક, ત્રિલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંઘ અમરસિંઘ ટાંક, બલદેવસિંઘ ગુરુમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક અને જોગિંદરસિંઘ ગુરુમુખસિંઘ ટાંક નામના 6 આરોપીઓએ બનાવ સ્થળે ગાડી લઈને આવીને ફરિયાદી મહેન્દ્રસિંઘની ગાડી સાથે ગાડી ભટકાડી ગાડીમાં નુકશાન કરવાની સાથે અમારા વિસ્તારમાંથી કેમ ભૂંડ પકડેશ કહી આરોપીઓએ તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.