Tuesday - Oct 13, 2026

સંત રવિદાસજીના વિચારો આજે પણ સમાજને સમરસતા અને માનવતાનો માર્ગ બતાવે છે

સંત રવિદાસજીના વિચારો આજે પણ સમાજને સમરસતા અને માનવતાનો માર્ગ બતાવે છે

હળવદમાં 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાનમાળા, નિલેશભાઈ પટેલે સંતના જીવનચરિત્ર પર પ્રકાશ પાડ્યો

મોરબી : સંત શિરોમણી રવિદાસજી મહારાજના જીવન અને વિચારો નવી પેઢી સુધી પહોંચે તેવા હેતુથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નંબર-4 ખાતે તેમની 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેન્દ્રનગર વિભાગના પ્રચાર પ્રમુખ નિલેશભાઈ પટેલે સંત રવિદાસજીના જીવનચરિત્ર અને તેમના વિચારો વિશે માર્ગદર્શન આપ્યું હતું.

સંત રવિદાસજીના વિચારો આજે પણ સમાજને સમરસતા અને માનવતાનો માર્ગ બતાવે છે

કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિર, હળવદના મહંત દીપકદાસજી મહારાજ તથા અનિલભાઈ પુરાણી (બજરંગ)એ આશીર્વચન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક સંઘના સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રી મુકેશભાઈ કટારીયા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની ટીમના સભ્યો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિવિધ આનુષંગિક સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
સંત રવિદાસજીના વિચારો આજે પણ સમાજને સમરસતા અને માનવતાનો માર્ગ બતાવે છે

આ કાર્યક્રમમાં મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાના શિક્ષકો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હળવદની શાળા નંબર-4ના શિક્ષક કાન્તિલાલ એમ. લકુમ દ્વારા કરવામાં આવ્યું હતું.
 
સંત રવિદાસજીના વિચારો આજે પણ સમાજને સમરસતા અને માનવતાનો માર્ગ બતાવે છે