વાંકાનેર શહેરમાં શેરીમાં પાણી ઢોળાવા મામલે ગત તા.13ના રોજ બે પાડોશી પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં ફરિયાદ નોંધાયા બાદ સમાપક્ષના મોહસીન હબીબભાઈ જાફરાણીએ આરોપી તબશુનબાનું શાકિરહુસેન શેખ, શાકિરહુસેન અબ્દુલભાઇ શેખ, આસિફરજા શાકિરહુસેન શેખ અને તહેસીલરજા શાકિરહુસેન શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના માતા સાથે આરોપીઓ ઝઘડો કરતા હોય સમજાવવા જતા આરોપીઓએ પ્લાસ્ટિક અને સ્ટીલના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.