Saturday - May 16, 2026

મિતાણા નજીક ધોરાદહાડે ચાલુ રીક્ષામાં સોનાનો ચેન આચકી "સમડી" ફરાર

મિતાણા નજીક ધોરાદહાડે ચાલુ રીક્ષામાં સોનાનો ચેન આચકી

રિક્ષામાં બેસીને લગ્નપ્રસંગમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી બાઇકમાં આવેલો બુકાની ધારી સવા લાખનો હાર ખેચી ફરાર

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ઓબરબ્રિજ નજીક ચાર દિવસ પૂર્વે બુકાની બાંધીને આવેલ શખ્સે રીક્ષામાં બેઠેલા મહિલાના ગળામાંથી આશરે બે સવા બે તોલા સોનાના હારની ચિલઝડપ કરી નાસી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ઓવરબ્રિજ નજીક રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 7671મા બેસી લગ્નપ્રસંગમાં જઈ રહેલા વાંકાનેર તાલુકાના પલાસ ગામના વતની ધુનાબેન હકાભાઈ ગમારા ઉ.વ.30 નામના મહિલાના ગળામાંથી અજાણ્યો મોટર સાયકલ ઝોટ મારી આશરે બેથી સવા બે તોલા સોનાનો ટીલી વાળો હાર ઝૂંટવી ગયો હતો.

ફરિયાદીના જણાવ્યા મુજબ અંદાજે 30થી 35 વર્ષના શખ્સે આ ચિલઝડપને અંજામ આપી પાંચ તોલા સોનાના હારમાંથી અડધા જેટલો હાર ઝૂંટવી નાસી ગયો હતો.બાઈક ચાલકે મોઢે રૂમાલની બુકાની બાંધી હતી અને મરૂન કલરનું ટીશર્ટ પહેર્યું હોવાનું જાહેર કર્યું હતું.ટંકારા પોલીસે ધુનાબેનની ફરિયાદના આધારે 1.25 લાખના હારની ચિલઝડપ મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.