મોરબી: મોરબીના ભરતવન ફાર્મ ખાતે સમસ્ત ઉઘરેજા પરિવાર દ્વારા નવમું સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૭-૧૨-૨૦૨૫, શનિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ગામોના ૧૬ જેટલા પ્રતિનિધિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી.
આ વર્ષે નવમાં સ્નેહ મિલન નો કાર્યક્રમ તારીખ 27/12/2025 ના રોજ ભરતવન ફાર્મ - ભરતનગર, મોરબી ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.
ઉધરેજા પરિવાર સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહ માં પરિવારના પ્લે હાઉસ થી માંડી ને બેચલર્સ અને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ, બાઇક અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ માં દરેક વખતે અલગ અલગ દાતાઓ હોય છે જેમાં બાઇક ગિફ્ટ, લેપટોપ ગિફ્ટ,સિલ્ડ, અન્ય ગિફ્ટ,જમણવાર તથા મંડપ સર્વિસ મળીને સંપૂર્ણ આયોજન ના દાતા શ્રી બાબુભાઈ લાધાભાઈ ઉઘરેજા તથા શ્રીમતી ગોદાવરીબેન બાબુભાઈ - હરીપર તથા રાજા પરીવાર રહ્યું હતું.
વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતા ના શિખર ચુંબે એ માટે પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોએ પણ અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓ અને એમના પરિવાર માં ઉત્સાહ નો સંચાર કર્યો. ડો. ભાવેશભાઈ જેતપરિયા સાહેબે પટેલ સમાજના શિક્ષણ ના જનક સમા પ્રાતઃ સ્મરણીય લક્ષ્મણભાઇ બેચરભાઈ ઉઘરેજા (લક્ષ્મણ બાપા) પર ઉત્કૃષ્ટ પ્રેરણામય વ્યાખ્યાન આપ્યું હતું.
આ તકે પરિવારના આગેવાનો તથા વિધાર્થીઓએ સામાજિક જીવનને આવરી લેતાં વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા અને પરિવારની મહિલાઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કરેલ હતું સમારોહના અંતે રાષ્ટ્રગાન ગાઈને સ્નેહમિલન સંપન્ન કરવામાં આવ્યું હતું.