Saturday - May 02, 2026

મોરબી અને જામનગરમાં ત્રણ ઘરફોડ ગુનામાં 16 વર્ષથી ભાગેડુ આરોપી અંતે પોલીસના સંકજામાં

મોરબી અને જામનગરમાં ત્રણ ઘરફોડ ગુનામાં 16 વર્ષથી ભાગેડુ આરોપી અંતે પોલીસના સંકજામાં

મોરબી : મોરબી અને જામનગર જિલ્લામાં અલગ અલગ ઘરફોડ ચોરીના ત્રણ ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મોરબી એલસીબી પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સફળતા મળી છે.પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે આ રીઢા તસ્કરને દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામેથી ઝડપી લીધો હતો.

મોરબી અને જામનગરમાં ત્રણ ઘરફોડ ગુનામાં 16 વર્ષથી ભાગેડુ આરોપી અંતે પોલીસના સંકજામાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષ 2009માં તેમજ જામનગર જિલ્લામાં વર્ષ 2010મા અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરી કરનાર તસ્કર જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસિંગ સમરીયો સિંગાડીયા ઉ.45 રહે.જોબટ, જિલ્લો. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો હાલમાં દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામની સીમમાં ખેતમજૂરી કરતો હોવાનું સામે આવતા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી લઈ ટંકારા પોલીસ ટીમને સોંપી આપ્યો હતો.