Saturday - May 18, 2024

મોરબીમાં સખી વન સ્ટોપ સેન્ટરે 5 વર્ષમાં 1170 કેસોનું નિરાકરણ કર્યું અત્યાર સુધી 1506 કેસ આવ્યા, 845 પીડિત મહિલાઓને વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવી

મોરબીમાં સખી વન સ્ટોપ સેન્ટરે 5 વર્ષમાં 1170 કેસોનું નિરાકરણ કર્યું
અત્યાર સુધી 1506 કેસ આવ્યા, 845 પીડિત મહિલાઓને વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવી

મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તેમજ દહેજ પ્રબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળના સખી વન સ્ટોપ સેન્ટરને 6 માર્ચના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતા આ પાંચ વર્ષની કામગીરીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી કે.વી. કાતરીયા તથા દહેજ પ્રબંધક અધિકારી નિલેશ્વરીબા ગોહિલ સહિતના દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 2019થી સખી વન ટોપ સેન્ટર કાર્યરત છે. જેમાં અત્યાર સુધી 1506 કેસ આવેલ છે તેમાં 1170 કેસોનું સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. 845 પીડિત મહિલાઓને વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવેલ છે. આ ઉપરાંત એક જ જગ્યાએ અને એક જ છત નીચે હિંસાથી પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, તબીબી સહાય, આશ્રય, પોલીસ સહાય, કાઉન્સેલિંગ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સમાધાન થયેલ કેસોનું સમયાંતરે ફોલો પણ લેવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.